બુધવારે મધરાત બાદ ૧.૪૪ વાગ્યાના સુમારે ગુજરાતના કેટલાક ભાગોમાં ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા ૫.૧ની નોંધાઈ હતી.
પ્રારંભિક અહેવાલોમાં કોઇ સ્થળે જાનહાનિ થઇ હોવાનું નોંધાયું નથી. આ ધરતીકંપનું કેન્દ્રબિંદુ કચ્છના ધોળાવીરા જિલ્લાથી અગ્નિ દિશામાં 26 કીલોમીટરના અંતરે હોવાનું જાણવા મળ્યું છે.
ધરતીકંપનો આંચકો ભુજ, રાપર, ભાવનગર, જામનગર અને અમદાવાદમાં પણ નોંધાયો હતો. એ સમયે લોકો નિંદરમાં હતા એટલે આંચકાનો ઘણાયને તેનો અનુભવ થયો નહોતો.
સીસ્મોલોજીકલ રિસર્ચ ડિરેક્ટર જનરલ બી. કે. રસ્તોગીએ જણાવ્યું હતું કે પહેલા એક હળવો આંચકો અનુભવાયો હતો અને ત્યાર પછી રિચર સ્કેલ પરના પાંચના આંક સાથેનો આંચકો અનુભવાયો હતો.
ગુજરાતમાં ૫.૧ના ધરતીકંપનો આંચકો; જાનહાનિ નથી
Filed in: Breaking News, GUJARAT NEWS



















