શ્રીનગરમાં ૫.૬નો ભૂકંપ, કોઈ જાનહાનિ નથી

શ્રીનગર – સોમવારે સવારે લગભગ ૧૦.૨૦ વાગ્યે શ્રીનગર અને પાકિસ્તાનના વાયવ્ય પ્રાંત ખૈબર પખ્તુનવામાં ૫.૬ની તીવ્રતાના ભૂકંપનો આંચકો લાગતા લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

પાકિસ્તાનના પેશાવર શહેર તથા તેની આસપાસના વિસ્તારોમાં ભૂકંપનો તીવ્ર આંચકો લાગ્યો હતો.

ભૂકંપનું કેન્દ્રબિંદુ પાકિસ્તાનના પાટનગર ઈસ્લામાબાદથી ૨૧૪ કિ.મી. વાયવ્ય ખૂણે આવેલા હિન્દુ કુશ પર્વતમાળામાં હોવાનું માલૂમ પડ્યું હતું. આ પર્વતમાળા પાકિસ્તાન-અફઘાનિસ્તાન સરહદે આવેલી છે.

પાકિસ્તાનનો ઉત્તરીય અને વાયવ્ય હિસ્સો ભૂકંપ માટે ખૂબ જોખમી ગણાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news