યુરો કપઃ ઈંગ્લેન્ડને હરાવી ઈટાલી સેમી ફાઈનલમાં

કાઈવ (યુક્રેન) – ઈટાલીએ ઈંગ્લેન્ડને યુરો 2012માંથી બહાર ફેંકી દીધું છે. રવિવારે અહીં રમાઈ ગયેલી ક્વૉર્ટર ફાઈનલ મેચમાં તેણે પેનલ્ટી કીક ઉપર આ જીત હાંસલ કરી છે.

હાફ-ટાઈમ અને ફુલ ટાઈમને અંતે પણ મેચ ૦-૦થી બરાબર રહ્યા બાદ પેનલ્ટી કીકનો આશરો લેવો પડ્યો હતો. શૂટઆઉટમાં ઈટાલીએ ૪-૨ના સ્કોરથી જીત મેળવી લીધી.

સેમી ફાઈનલમાં ઈટાલીનો સામનો જર્મની સામે થશે.

બીજી સેમી ફાઈનલમાં સ્પેનનો મુકાબલો પોર્ટુગલ થશે.

રવિવારની મેચમાં, ઈંગ્લેન્ડનો કેપ્ટન સ્ટીવ ગેરાર્ડ અને વેઈન રુની સ્પોટ પરથી ગોલ કરવામાં સફળ થયા હતા, પણ એશ્લે યંગનો શોટ બાર સાથે અથડાયો હતો જ્યારે એશ્લે કોલે ફટકારેલા બોલને ઈટાલીના ગોલકીપર બફોને બચાવી લીધો હતો.

ઈટાલી વતી ગોલ કરવામાં સફળ રહેલા ખેલાડીઓ છે – મારીયો બેલોટેલી, એન્ડ્રીયા પિર્લો, એન્ટોનીયો નોસેરીના અને એલીસેન્ડ્રો ડાયામેન્ટી.

પરાજય બાદ ઈંગ્લેન્ડના ચાહકોમાં નિરાશા ફેલાઈ ગઈ હતી.

હવે ૨૭ જૂને સ્પેન અને પોર્ટુગલ વચ્ચે અને ૨૮ જૂને જર્મની અને ઈટાલી વચ્ચે સેમી ફાઈનલ મેચ રમાશે.

ફાઈનલ મેચ ૧ જુલાઈએ રમાશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports