જર્મનીને આંચકો આપી ઈટાલી પહોંચી ગયું ફાઈનલમાં

વોર્સો (પોલેન્ડ) – મારીયો બેલોટેલીના બે ગોલની મદદથી ઈટાલીએ અહીં યુરો 2012ની બીજી સેમી ફાઈનલમાં ૨-૧થી જીત મેળવીને જર્મનીના બિસ્તરા પોટલાં પેક કરાવી દીધા અને પોતે ફાઈનલમાં પહોંચી ગયું છે.

રવિવારે કાઈવમાં રમાનારી ફાઈનલ મેચમાં ઈટાલીનો મુકાબોલ સ્પેન સામે થશે, જેણે બુધવારે પહેલી સેમી ફાઈનલમાં પોર્ટુગલને શૂટઆઉટમાં હરાવ્યું હતું.

ઈટાલી-જર્મની મેચમાં ભારે રસાકસી જોવા મળી હતી, પણ બેલોટેલીના જોરદાર આક્રમક પરફોર્મન્સ સામે જર્મન ખેલાડીઓ નમી પડ્યા. એણે પહેલા જ હાફમાં ઈટાલીને બે ગોલ કરીને સરસાઈમાં મૂકી દીધું હતું. તેનો બીજો ગોલ મેચના પરિણામ માટે નિર્ણાયક સાબિત થયો.

મેચની ૨૦મી મિનિટે બેલોટેલીએ પહેલો ગોલ કર્યો હતો. તેની ૧૫ મિનિટ બાદ જર્મનીના સેમી ખેદીરાએ ગોલ કરવાની તક ગુમાવી હતી. તે પછી બેલોટેલીએ ૩૬મી મિનિટે બીજો ગોલ કર્યો હતો.

જર્મનીનો એકમાત્ર ગોલ ઓઝીલે મેચની ૯૦મી મિનિટે કર્યો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports