એનડીએ દ્વારા ૨૦ સપ્ટેમ્બરે ‘ભારત બંધ’નું એલાન

નવી દિલ્હી – ડીઝલના ભાવમાં વધારો કરવા તેમજ રીટેલ સેક્ટરમાં વિદેશી મૂડીરોકાણ માટે પરવાનગી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય સામેના વિરોધમાં  મુખ્ય વિરોધ પક્ષ ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગ્રુપ દ્વારા ૨૦ સપ્ટેમ્બરે ‘ભારત બંધ’ પાળવાનો નિર્ણય લીધો છે.

ભાજપના સિનિયર નેતા લાલકૃષ્ણ અડવાણીનાં નિવાસસ્થાને એનડીએની બેઠક યોજાઈ હતી.

આ ઉપરાંત સમાજવાદી પાર્ટી અને ડાબેરી પક્ષોએ પણ ૨૦ સપ્ટેમ્બરે ભારત બંધનું એલાન કર્યુ છે.

નોંધનીય છે કે મલ્ટી-બ્રાન્ડ રીટેલ ક્ષેત્રમાં ૫૧ ટકા એફડીઆઈને મંજૂરી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયના વિરોધમાં જેડી (એસ), સપા, ટીડીપી, તૃણમુલ કોંગ્રેસ, ડીએમકે અને બીએસપી સહિત સરકારને બહારથી સમર્થન આપતા અનેક દળોએ પણ એફડીએનો વિરોધ કર્યો છે.

આસામનાં મુખ્યપ્રધાન તરૂણ ગોગોઈ, રાજસ્થાનનાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત, દિલ્હીનાં મુખ્યપ્રધાન શિલા દિક્ષીત, જમ્મુ કાશ્મીરનાં મુખ્યપ્રધાન ઓમર અબ્દુલ્લા, મણિપુરનાં મુખ્યપ્રધાને એફડીએ મામલે સરકારને સમર્થન જાહેર કર્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news