મુંબઈ- આવકવેરા વિભાગે આજે મંગળવારે ભાજપનાં પ્રમુખ નિતિન ગડકરીનાં ‘પૂર્તિ’ગૃપની આઠ જગ્યાઓ પર તપાસ આદરી છે. આઈટી પૂર્તિમાં રોકાણ કરનારી કંપનીઓનાં સરનામા અને કામકાજની તપાસમાં લાગી છે.
આ મામલે ભાજપનાં પ્રવક્તા શાહનવાઝ હુસૈનનું કહેવુ છે કે, જે કંપનીઓની આજે તપાસ કરાઈ છે તેનું ‘પૂર્તિ’ગૃપ સાથે કંઈ લેવા દેવા નથી. ત્યાં ભાજપનાં નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું કે પહેલા પણ ‘પૂર્તિ’ગૃપ પર આક્ષેપો કરાયા હતા. ભાજપ પ્રમુખ પદની ચૂંટણીનાં એક દિવસ પહેલા આ તપાસ આદરવી એનાથી એ સ્પષ્ટ થાય છે કે આ પગલુ રાજકીય ઈશારા હેઠળ ભરાયું છે.
આ પહેલા નિતિન ગડકરીએ પોતાનો પક્ષ રાખવા આવકવેરા વિભાગ પાસે સમય માંગ્યો હતો, તેમને આઈટીએ ‘પૂર્તિ’ગૃપમાં કથિત રોકાણ સંબંધે તપાસ માટે સોમવારે પોતાની સમક્ષ રજૂ થવા જણાવ્યું હતુ. સુત્રો પાસેથી જાણવા મળ્યું છે કે ગડકરીએ પાર્ટીમાં વ્યસ્તતાને લઈને રજૂ ન થઈ શક્યા હોવાનું જણાવ્યું અને આ માટે આગળનો સમય માંગ્યો હતો, જે બાદ તેમને એક ફેબ્રુઆરીએ રજૂ થવાનું કહેવાયું છે.



















