આજે ગણેશચતુર્થી છે. ત્યારે શાસ્ત્રોમાં આજનાં દિવસને ખુબ જ મહત્વપુર્ણ ગણવામાં આવ્યો છે. હિન્દુ ધર્મ શાસ્ત્રો પ્રમાણે પ્રથમ પૂજ્ય દેવતા શ્રી ગણેશ છે કારણ કે ગણેશજી બુદ્ધિ, સુખ, સમૃદ્ધિ અને વિદ્યાના દાતા છે. તેમની ઉપાસના અને સ્વરૂપ મંગળકારી માનવામાં આવ્યું છે.
ધાર્મિક આસ્થાથી શ્રી ગણેશ વિઘ્નહર્તા છે. માનવામાં આવે છે કે તે ખરાબ સમય, સંકટ અને વિઘ્નોને ભયંકર સ્વરૂપમાં અંત કરે છે. આસ્થા સાથે સંકળાયેલ આ વાત વ્યવહારિક જીવનને એક સૂત્ર બનાવે છે.
આજે ગણેશજીની આરાધના કરવાનો સુવર્ણ અવસર છે ત્યારે ગણેશજીની ભક્તિમાં લીન થઈ પોતાને સમર્પિત કરી દઈએ.



















