ગુજરાતમાં એક જ તબક્કે ચૂંટણી પતાવવા ચૂંટણી પંચને રજૂઆત

અમદાવાદ – ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં નિર્ધારિત વિધાનસભાની ચૂંટણી એક જ દિવસે, એક જ તબક્કામાં પતાવી દેવાની ગુજરાત કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચને વિનંતી કરી છે.

ચૂંટણી પંચ સાથે સોમવારે થયેલી ચર્ચાની વિગતો પત્રકારોને જણાવતા કોંગ્રેસના નેતા બાલુભાઈ પટેલે કહ્યું કે, ગુજરાત કોંગ્રેસે વડા ચૂંટણી કમિશનરને કહ્યું છે કે અમે ચૂંટણી ગમે તે સમયે યોજાય એ માટે તૈયાર છીએ. ગુજરાત શાંતિપૂર્ણ રાજ્ય છે. અહીં ચૂંટણી એક જ દિવસે, એક જ તબક્કામાં યોજાવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, ૨૦૦૭માં, ગુજરાત કોંગ્રેસે માગણી કરેલી કે ચૂંટણી એક જ તબક્કામાં પૂરી થવી જોઈએ, પરંતુ ચૂંટણી બે તબક્કામાં ચૂંટણી યોજી હતી. ભાજપની માગણી બે તબક્કા માટેની હતી. તે પહેલા, ૨૦૦૨માં એક જ તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી તો ૧૯૯૫માં બે તબક્કામાં મતદાન થયું હતું.

ગુજરાતમાં કુલ ૧૮૨ વિધાનસભા બેઠકો છે.

વડા ચૂંટણી કમિશનરે બોલાવેલી બેઠકમાં ભાગ લેનાર ગુજરાત કોંગ્રેસ પ્રતિનિધિમંડળમાં બાલુભાઈ પટેલ, સી.જે. ચાવડા, ગિરીશ પરમાર અને ખુર્શીદ સૈયદનો સમાવેશ થાય છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, GUJARAT NEWS