વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપીશું: ગુજરાત કોંગ્રેસનું વચન

અમદાવાદ – આ વર્ષે નિર્ધારિત ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ગુજરાત કોંગ્રેસે મતદારોને ખુશ કરવા કેટલાક પગલાંની જાહેરાત કરી છે. અર્જુન મોઢવાડિયા અને શંકરસિંહ વાઘેલાએ અહીં પત્રકારો પરિષદમાં કહ્યું કે, જો ગુજરાતમાં કોંગ્રેસ ચૂંટણી જીતશે તો તેની સરકાર વિદ્યાર્થીઓને મફતમાં લેપટોપ આપશે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ મોઢવાડિયાએ કહ્યું કે, જો કોંગ્રેસ સત્તા પર આવશે તો રાજ્યની જનતા માટે ઘણા લાભો પ્રાપ્ત કરાવશે, જેમ કે ૧૨મું ધોરણ પાસ કરનાર તમામ વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવશે, શહેરી વિસ્તારોમાં છોકરાઓ અને છોકરીઓ માટે સરકારી હોસ્ટેલો શરૂ કરવામાં આવશે, તાલુકા લેવલ પર સ્પોર્ટ્સ સંકુલો બાંધવામાં આવશે, આદિવાસી વિસ્તારમાં યુનિવર્સિટી સ્થાપવામાં આવશે, રમતના મેદાન અને લાઈબ્રેરી વગરની કોઈ સ્કૂલ શરૂ કરવા દેવામાં નહીં આવે, આત્મ-નિર્ભર કોલેજોમાં ભણતા ગરીબ તથા મધ્યમ વર્ગના પરિવારોના વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવા વિશેષ ‘વિદ્યા નિધિ’ની રચના કરવામાં આવશે, સ્કૂલ તથા કોલેજોમાં વિદ્યાર્થીઓના સંઘોની લોકતાંત્રિક ઢબે ચૂંટણી કરવામાં આવશે અને શિક્ષકો તથા ખાનગી શિક્ષણ સંસ્થાઓના શિક્ષકોને સંપૂર્ણ પગારની ચૂકવણી કરાય તે માટે ખાસ કાયદો ઘડવામાં આવશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, GUJARAT NEWS