ગુરુદ્વારામાં ગોળીબારઃ ભારતે US પાસે માગી સલામતીની ખાતરી

અમેરિકાના વિસ્કોન્સીન રાજ્યના ગવર્નર સ્કોટ વોલ્કર (જમણે) અને લેફ્ટેનન્ટ ગવર્નર રીબેકા ક્લીફિસ્ચ (ડાબે) બ્રુકફિલ્ડના એક ગુરુદ્વારામાં પ્રાર્થના સભામાં.

વોશિંગ્ટન – વિસ્કોન્સીનમાં ઓક ક્રીક શહેરના ગુરુદ્વારામાં ૬ શીખ શ્રદ્ધાળુઓનો ભોગ લેનાર ગોળીબારની ઘટનાના સંદર્ભમાં ભારતીય સમુદાયની સુરક્ષા અંગે ભારતે અમેરિકાની સરકાર પાસેથી ખાતરી માગી છે.

વિદેશ પ્રધાન એસ.એમ. ક્રિષ્નાએ સોમવારે રાત્રે અમેરિકાના વિદેશ પ્રધાન હિલેરી ક્લિન્ટન સાથે ફોન પર વાતચીત કરી હતી. મંગળવારે સવારે ક્રિષ્નાએ પત્રકારોને કહ્યું કે મેં ગુરુદ્વારામાં બનેલા હિચકારા ગુના અંગે ભારતીયોની ચિંતાથી હિલેરીને વાકેફ કર્યા હતા.

હિલેરી હાલ સાઉથ આફ્રિકાના પ્રવાસે ગયા છે. મેં ફોન પર તેમની સાથે ગુરુદ્વારા ગોળીબાર અંગે વાતચીત કરી હતી. ભારતીયોની સલામતી અંગે ઓબામા વહીવટીતંત્રે ભારતીય સમુદાયને ખાતરી આપવી જ પડશે.

ક્રિષ્નાના મુજબ, તેમણે હિલેરીને એમ પણ કહ્યું કે આખા અમેરિકાના ધાર્મિક સ્થળોને સંપૂર્ણ રક્ષણ પૂરું પાડવું જ જોઈએ. ‘એમણે પગલાં લેવાની ઈચ્છા દર્શાવી છે. ભારતમાં લોકો જેટલા દુઃખી થયા છે એટલા જ પોતે પણ દુઃખી છે એમ હિલેરીએ કહ્યું છે.’

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news