યુએન ભારતને આતંકવાદી દેશ ઘોષિત કરેઃ સઈદની માગણી

લાહોર – ભારતીય જનતા પાર્ટી અને તેની પિતૃ સંસ્થા આરએસએસ હિન્દુ ત્રાસવાદી શિબિરો ચલાવીને હિન્દુ ત્રાસવાદને ઉત્તેજન આપે છે, એવા કેન્દ્રીય ગૃહ પ્રધાન સુશીલકુમાર શિંદેના નિવેદન બાદ પાકિસ્તાનના કટ્ટરવાદી નેતા હાફિઝ સઈદે કહ્યું છે કે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાએ ભારતને આતંકવાદી દેશ ઘોષિત કરવો જોઈએ.

શિંદેના નિવેદનને ટેકો આપતાં ૨૬/૧૧ ટેરર હુમલા કેસના શકમંદ સૂત્રધાર અને લશ્કર-એ-તૈબા સંગઠનના સ્થાપક સઈદે કહ્યું છે કે પાકિસ્તાની સંગઠનો આતંકવાદ ફેલાવે છે એવા ભારતીય કુપ્રચારની પોલ હવે ખુલી પડી ગઈ છે.

લાહોરમાં પત્રકાર પરિષદમાં સઈદે કહ્યું કે ભારત હંમેશાં પાકિસ્તાનના સંગઠનો વિરુદ્ધ કુપ્રચાર કરે છે, પણ હવે એની પોલ ખુલી ગઈ છે. ભારતે અમને મુંબઈ ટેરર હુમલા કેસમાં ફસાવવાના પ્રયત્નો કર્યા, પણ પાંચ વર્ષ બાદ પણ અદાલતોમાં અમારી વિરુદ્ધ કંઈ સાબિત કરી શકાયું નથી.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, INTERNATIONAL NEWS