શિકાગો- લશ્કર-એ-તૈયબાનાં અમેરિકામાં જન્મેલા આતંકવાદી તેમજ મુંબઈ હુમલાનાં આરોપી ડેવિડ કોલમેન હેડલીને આવનાર નવા વર્ષની ૧૭ જાન્યુઆરીએ સજા સંભળાવાશે. ડેવિડનાં સાથી તહવ્વુર હુસૈન રાણાની સજાનું એલાન હવે ચાર ડિસેમ્બરની જગ્યાએ ૧૫ જાન્યુઆરીએ થશે.
શિકાગો કોર્ટનાં પ્રવક્તા રેંડલ સેંમ્બોર્નનાં કહ્યાં અનુસાર, અમેરિકન જિલ્લા ન્યાયધીશ હૈરી લીનેનવેબર બંને આતંકવાદીઓની સજાની જાહેરાત કરશે.
ડેવિડ અને તહવ્વુર પર ૨૬ નવેમ્બર, ૨૦૦૮નાં મુંબઈ હુમલા તથા ડેનમાર્કનાં એક ન્યુઝપેપર પર હુમલાનાં ષડયંત્રમાં શામેલ થવાનો આરોપ છે.



















