અન્ડર-19 ક્રિકેટ વર્લ્ડ કપઃ ભારત ફાઈનલમાં

પ્રદિપ ચોપરા 52 રન સાથે ભારતનો ટોપ સ્કોરર

ટાઉન્સવિલે (ઓસ્ટ્રેલિયા) – અહીં આજે રમાયેલી સેમી ફાઈનલમાં ન્યૂ ઝીલેન્ડને ૯ રનથી હરાવીને ભારતીય ટીમ અન્ડર-19 ક્રિકેટરોની વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ૨૬ ઓગસ્ટે રમાનારી ફાઈનલમાં ભારતનો મુકાબલો ગઈ વેળાના ચેમ્પિયન્સ ઓસ્ટ્રેલિયા સાથે થશે.

ભારતના ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૦૯ રન સ્કોર સામે ન્યૂ ઝીલેન્ડની તેની ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૦૦ રન કરી શકી હતી. સંદીપ શર્મા, રવિકાંત સિંહ અને હરમીત સિંહે પ્રત્યેકે બે વિકેટ ઝડપી હતી. હરમીતે બે ધુરંધર બેટ્સમેન – બેન હોર્ન (૧૦) અને કેપ્ટન વિલ યન્ગ (પાંચ)ને સસ્તામાં આઉટ કરીને ભારતના વિજયમાં મહત્વની કામગીરી બજાવી છે.

ભારતના દાવમાં પ્રદિપ ચોપરા બાવન રન સાથે ટોપ સ્કોરર રહ્યો હતો. તેણે અને કેપ્ટન ઉન્મુક્ત ચંદ (૩૧)એ પહેલી વિકેટ માટે ૧૩.૪ ઓવરમાં ૫૧ રનની ભાગીદારી કરી હતી.

બાબા અપરાજીતે ૪૪, હનુમા વિહારીએ ૨૨ રનનું યોગદાન આપ્યું હતું.

ન્યૂ ઝીલેન્ડના બોલરોમાં સૌથી સફળ રહ્યો બેન હોર્ન – ૬ ઓવરમાં ૨૮ રનમાં ૩ વિકેટ સાથે.

પહેલી સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને પરાજય આપ્યો હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sports