ID પ્રુફઃ રેલવેએ સેકન્ડ ક્લાસ માટે નિયમો હળવા બનાવ્યા

મુંબઈ – રેલવે મંત્રાલયે ટ્રેન પ્રવાસ દરમિયાન, ખાસ કરીને લોઅર ઈકોનોમિક વર્ગના મુસાફરો માટે ઓળખ માટેનું ઓરિજીનલ પ્રુફ બતાવવાની શરતમાં થોડીક રાહત આપી છે.

આ રાહત હેઠળ, ફોટા સાથેના રેશન કાર્ડની ઝેરોક્સ કોપી અને ફોટા સાથે રાષ્ટ્રીયકૃત બેન્કની પાસબૂકની ઝેરોક્સ કોપી પણ સ્વીકારવામાં આવશે, પણ એ માટે શરત એ હશે કે સ્લિપર અને સેકન્ડ રિઝર્વ્ડ સિટીંગ ક્લાસની રિઝર્વ્ડ ટિકિટ કમ્પ્યુટરાઈઝ્ડ રિઝર્વેશન સિસ્ટમ કાઉન્ટર પરથી જ બુક કરાવી હોવી જોઈએ.

ફોટા સાથેના રેશન કાર્ડની કોપી કે રાષ્ટ્રીયકૃત બેન્કની પાસપોર્ટ સાથેની પાસબૂકની ઝેરોક્સ કોપીને કોઈ ગેઝેટેડ ઓફિસર કે ચીફ રિઝર્વેશન સુપરવાઈઝર કે સ્ટેશન મેનેજર/સ્ટેશન માસ્તરે મંજૂર કરેલી હોવી જોઈએ.

નિયમમાં આ રાહત આઈડેન્ટિટી પ્રુફના અન્ય પ્રકારો માટે ઉપલબ્ધ નહીં હોય. ત્યાં તો સફર દરમિયાન ઓરિજિનલ પ્રુફ જ જોઈશે.

ઉક્ત રાહત ઈ-ટિકિટના તમામ વર્ગો તેમજ તત્કાલ ટિકિટો તદુપરાંત એરકન્ડિશન્ડ ક્લાસ અને ફર્સ્ટ ક્લાસમાં પ્રવાસ કરવા માટે પીઆરએસ કાઉન્ટરો પરથી ઈસ્યૂ કરાયેલી ટિકિટો માટે ઉપલબ્ધ નથી. ટિકિટોની આ કેટેગરીઓમાં પ્રવાસ કરનારાઓને વર્તમાન નિયમો અને નિયંત્રણો જ લાગુ રહેશે.

નવી જોગવાઈ ૧૫ જાન્યુઆરીથી અમલમાં આવશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sub Headlines