ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધી વિશે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી નિંદાત્મક ટિપ્પણો સામે કોન્ગ્રેસે મોદી સામે પ્રહાર કર્યા છે.
કોન્ગ્રેસના પ્રવક્તા રશિદ આલવીએ મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીની નિષ્ઠાને હંમેશાં યાદ રાખવી જોઇએ. એમનું વિશ્વભરમાં સન્માન હતું. એમના વિશે શંકા વ્યક્ત કરવાનું બિલકુલ યોગ્ય નથી.
કોન્ગ્રેસના નેતા પ્રભા ઠાકુરે પણ આવો જ મત વ્યક્ત કરતાં કહ્યું હતું કે ગુજરાતના રમખાણોમાં પોતાની ભૂમિકા વિશે મોદીએ આત્મખોજ કરવી જોઇએ અને કોમવાદી રાજકારણથી દૂર રહેવું જોઇએ.
અગાઉ નરેન્દ્ર મોદીએ ઇન્દિરા ગાંધીની ટીકા કરતાં કહ્યું હતું કે તેમણે વોટ બેન્કના રાજકારણ માટે ઇશાનના રાજ્યોને દેશથી અળગા કરવાની કોશિષ કરી હતી. તેમણે કહ્યું હતું કે ઇન્દિરા ગાંધીએ મોટું પાપ કર્યું હતું.
ઇન્દિરાની ટીકા કરવા માટે કોન્ગ્રેસ મોદી પર તૂટી પડી
Filed in: Breaking News, National news



















