ઔદ્યોગિક ઉત્પાદન દર નજીવો વધી નેગેટિવમાંથી બહાર આવ્યો

નવી દિલ્હી – દેશમાં ઔદ્યોગિક ઉત્પાદિનનો સૂચકાંક ગયા જુલાઈમાં નજીવો વધીને ૦.૧ ટકા થયો છે જે એક મહિના પહેલા નેગેટિવ અવસ્થામાં હતો.

તે છતાં ૦.૧ ટકાનો દર પણ ધીમો કહેવાય. આનું કારણ ઉત્પાદન, ખાણકામ અને કેપિટલ ગૂડ્સના ક્ષેત્રોનો કંગાળ દેખાવ છે. આર્થિક પ્રવૃત્તિઓ હજી પણ નબળી છે જેને લીધે ભારતીય રીઝર્વ બેન્ક આવતા સોમવારે તેની મધ્ય-ક્વાર્ટર નીતિ સમીક્ષામાં વ્યાજના દરમાં કાપ મૂકે એવી સંભાવના છે.

ઔદ્યોગિક ઉત્પાદનમાં મેન્યૂફેક્ચરિંગનો હિસ્સો લગભગ ૭૬ ટકા જેટલો છે. આગલા વર્ષની સરખામણીમાં આ વખતે તેના વાર્ષિક દરમાં ૦.૨ ટકાનો ઘટાડો થયો છે.

ગયા જુલાઈમાં ફેક્ટરી આઉટપુટનો વિકાસ દર, જે ઈન્ડેક્સ ઓફ ઈન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઈઆઈપી) દ્વારા આંકવામાં આવે છે તે ૩.૭ ટકા હતો અને ૨૦૧૧-૧૨ના એપ્રિલ-જુલાઈ સમયગાળામાં ૬.૧ ટકા હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business