ઈન્ટરનેટ સ્વતંત્રતા પર કાપ ન મૂકશોઃ ભારતને USની અપીલ

વોશિંગ્ટન – મુસ્લિમો તથા પૂર્વોતર ભારતના લોકો વચ્ચે ઊભી થયેલી કોમી તંગદિલીમાં સોશ્યલ મીડિયા વેબસાઈટ્સ ઉમેરો કરે છે એવો ભારત સરકારે દોષ મૂક્યો છે ત્યારે અમેરિકાએ ભારતને અપીલ કરી છે કે તે ઈન્ટરનેટ સ્વતંત્રતા પર તવાઈ લાવે નહીં.

ભારતીય અધિકારીઓનું કહેવું છે કે ગૂગલ અને ફેસબૂક જેવી સાઈટ્સ ગતિ ધીમી છે.

ગૂગલ અને ફેસબૂક સહિતની કેટલીક ઈન્ટરનેટ સોશ્યલ મીડિયા સાઈટ્સ પરની સામગ્રીએ ભારતના અનેક શહેરોમાં વસતા પૂર્વોત્તરના લોકો પર હુમલા કરવા મુસ્લિમ કોમના લોકોની ઉશ્કેરણી કરી છે અને તેને લીધે પૂર્વોત્તરના લોકોને સામુહિક રીતે સ્થળાંતર કરી જવાની ફરજ પડી છે એવો સરકારે આરોપ મૂક્યો છે. એ વેબસાઈટ્સ પરના પેજ અને સામગ્રી દૂર કરવા સરકારે આદેશ આપી દીધો છે, પણ તે સાઈટ્સ એનો અમલ કરવામાં ધીમી છે એમ સરકાર કહે છે.

અમુક અહેવાલો એવા છે કે આવી સાઈટ્સનું નિયમન કરવામાં મદદરૂપ થવા ભારત સરકાર અમેરિકી વહીવટીતંત્રને જણાવવા વિચારી રહી છે. પરંતુ અમેરિકાનાં વિદેશ મંત્રાલયના મહિલા પ્રવક્તા વિક્ટોરિયા ન્યૂલેન્ડનું કહેવું છે કે ભારતની તપાસમાં અમેરિકા કોઈ ભૂમિકા ભજવવાનું નથી. પરંતુ અમે હંમેશા સંપૂર્ણ ઈન્ટરનેટ ફ્રીડમની તરફેણ કરતા આવ્યા છીએ. દુનિયાના દેશોની સરકારો માનવ અધિકારો, મૂળભૂત સ્વતંત્રતા અને કાયદાના શાસન માટે પોતાની પ્રતિબદ્ધતાને વળગી રહે એવી અમે અપીલ કરીએ છીએ.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, INTERNATIONAL NEWS