દેશમાં મોંઘી થશે ઈન્ટરનેટ, બ્રોડબેન્ડ સેવાઓ

નવી દિલ્હી – દેશમાં ઈન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવા મોંઘી થવાની છે. જુલાઈ મહિનાથી ઈન્ટરનેટના વપરાશ માટે ૭ ટકા વધારે પૈસા ચૂકવવા પડશે જ્યારે આવતા મહિનાથી આઠ ટકા વધારે ચૂકવવા પડશે. કેન્દ્ર સરકારે મહેસૂલ મેળવવા માટે ઈન્ટરનેટ સેવા પૂરી પાડતી કંપનીઓ માટેની લાઈસન્સ ફી વધારવાનો નિર્ણય લેતા અંતે ગ્રાહકોએ ભોગવવું પડશે.

અન્ય વિકાસશીલ દેશોની સરખામણીમાં ભારતમાં ઈન્ટરનેટનો વપરાશ ઓછો થાય છે. સાઈબર કેફેમાં ઈન્ટરનેટનો વપરાશ મોટે ભાગે વિદ્યાર્થીઓ તથા મધ્યમવર્ગના લોકો કરે છે. તેમને ઈન્ટરનેટ પાછળનો ખર્ચો વધશે.

દેશમાં ઈન્ટરનેટ સેવાઓના વધી ગયેલા વપરાશમાંથી લાભ મેળવવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન્સે ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર્સ માટેની વાર્ષિક લાઈસન્સ ફી વધારી દીધી છે. તેને કારણે ઈન્ટરનેટ સર્વિસીસ પ્રોવાઈડર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા નારાજ છે અને ફી વધારાના નિર્ણયને ટેલિકોમ ડિસ્પ્યૂટ્સ સેટલમેન્ટ અપીલેટ ટ્રિબ્યૂનલમાં પડકારશે.

એસોસિએશનનું કહેવું છે કે આ ફી વધારાને લીધે નાની સર્વિસ પ્રોવાઈડર્સ પર માઠી અસર પડશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Sci & Tech