ઈરાન પર હુમલો કરશો તો ભારે પડશેઃ ઈઝરાયલને બ્રિટનની ધમકી

લંડન – ઈરાનના અખાતમાં ઊભી થયેલી તંગદિલી વચ્ચે બ્રિટને ઈઝરાયલને ચેતવણી આપી છે કે ઈરાનના અણુ મથકોનો નાશ કરવા માટે તેની પર કોઈ પ્રકારનો હુમલો કરવાનું ભારે પડી શકે છે.
બ્રિટનના વિદેશ પ્રધાન વિલિયમ હેગે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે અમે ઈઝરાયલને કહી દીધું છે કે તે ઈરાન પર હુમલો ન કરે. અમે પ્રતિબંધો સાથે સંકળાયેલી બેવડી રણનીતિને ટેકો આપીએ છીએ. પહેલી રણનીતિ દબાણ ઊભું કરવાની છે અને બીજી વાટાઘાટની છે.
હેગે કહ્યું કે ઈરાનને સમજાવવા માટે તમામ વિકલ્પ ખુલ્લા રાખવા જોઈએ, પણ લશ્કરી કાર્યવાહીનું પરિણામ સારું નહીં આવે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, INTERNATIONAL NEWS