ગેરકાયદેસર સંપત્તિના કેસમાં જગનમોહન રેડ્ડીની ધરપકડ

હૈદરાબાદ – ઘોષિત કરેલી આવક કરતા વધારે પ્રમાણમાં સંપત્તિ એકઠી કરવાના કેસમાં સીબીઆઈએ વાયએસઆર કોંગ્રેસના પ્રમુખ વાય.એસ. જગનમોહન રેડ્ડીની રવિવારે સાંજે ધરપકડ કરી છે.

જગનમોહન રેડ્ડી આંધ્ર પ્રદેશના સદ્દગત મુખ્ય પ્રધાન વાય.એસ. રાજશેખર રેડ્ડીના પુત્ર છે અને સંસદસભ્ય છે.

સીબીઆઈએ આ કેસમાં સતત ત્રણ દિવસ સુધી જગન રેડ્ડીની પૂછપરછ કર્યા બાદ તેમની ધરપકડ કરી છે.

સીબીઆઈના અમલદારોએ રવિવારે સાંજે લગભગ ૭.૧૫ વાગ્યે તેમને પોતાની કસ્ટડીમાં લીધા હતા.

જગનમોહન કડપ્પામાંથી લોકસભાનું પ્રતિનિધિત્વ કરે છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news