સદભાવના મિશનની શ્રેણીમાં આજે સવારે આણંદ ખાતેથી શરૂ થયેલા એક દિવસીય ઉપવાસ દરમિયાન રાજ્ય આરોગ્ય પ્રધાન જયનારાયણ વ્યાસનું આરોગ બગડ્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જયનારાયણ વ્યાસની તબિયત અચાનક લથડતા તેમને સદભાવના મિશન કાર્યક્રમ સ્થળે ઊભા કરાયેલા અસ્થાયી સારવાર કેન્દ્રમાં ચેકઅપ કરવામાં આવ્યું હતું.
ગઈકાલે સૌરાષ્ટ્રનો સદભાવના કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી સરકારી મશીનરી, તેમજ અન્ય અધિકારી, પદાધિકારીઓએ આજે આણંદમાં યોજાઈ રહેલાં સદભાવના મિશનની કામગીરી શરૂ કરી હતી. આજે સવારે સાડા નવ વાગ્યે મુખ્યમંત્રીએ ઉપવાસનો આરંભ કર્યા બાદ, વ્યવસ્થામાં રહેલા રાજ્યના મંત્રી જયનારાણય વ્યાસને અચાનક અશક્તિ માલુમ પડતા તેઓઓ તબીબી સારવારની માંગણી કરી હતી, આરોગ્ય પ્રધાનની તબિયત લથડતા આણંદ કલેકટર, આણંદ જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતમાં ભારે દોડધામ થઈ હતી.આ સદભાવના કાર્યક્રમના સ્થળે તેમની તપાસ આરંભાઈ હતી. જિલ્લાના તમામ અધિકારીઓ આ સમાચારને પગલે ભારે દોડાદોડ થઈ હતી. મુખ્યમંત્રી જાતે જઈને તેમના ખબર-અંતર પૂછ્યા હતા.


jaynarayanbhai take care and get wel soon
માણસ છે, તબિયત બગડે, આરોગ્ય મંત્રીની પણ બગડે, પણ તેમને જે જાતની તુરંતજ ડોકટરો અને કલેકટર વગેરે દ્વારા દોડધામ કરીને અધ્યતન સારવાર મળી તેવી દરેકને મલે?