જેટ ફ્યુઅલના ભાવમાં ૪.૫ ટકાનો તોતિંગ વધારો

નવી દિલ્હી – ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ તેલના ભાવમાં વધારો થવાને પગલે દેશમાં સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ જેટ ફ્યુઅલ અથવા એવિએશન ટર્બાઈન ફ્યુઅલ (એટીએફ)ના ભાવમાં આજે ૪.૫ ટકાનો વધારો કર્યો છે.

એક મહિનામાં જેટ ફ્યુઅલના ભાવમાં આ બીજી વાર વધારો કરવામાં આવ્યો છે.

ગઈ ૧૬ જુલાઈએ જેટ ફ્યુઅલના ભાવમાં ૧.૭ ટકા અથવા કિલોલીટર દીઠ રૂ. 1,039નો વધારો કરવામાં આવ્યો હતો.

નવા ભાવ મુજબ, દિલ્હીમાં એટીએફનો ભાવ કિલોલીટર દીઠ રૂ. 2,797 વધી જશે જ્યારે મુંબઈમાં તે રૂ. 65,884.34 થશે જે ગઈ કાલ સુધી રૂ. 63,002.45 હતો.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business