લંડન – રવિવારે અહીં ઓલિમ્પિક ગેમ્સમાં ભારતની શરૂઆત નબળી રહી. બેડમિન્ટનના મિક્સ્ડ ડબલ્સમાં પોતાના પ્રથમ મુકાબલામાં જ્વાલા ગુટ્ટા અને વી. દીજૂની હાર થઈ છે.
ઈન્ડોનેશિયાના ખેલાડીઓની જોડીએ તેમને 16-21, 12-21થી પરાજય આપ્યો છે. હવે ભારતીય જોડી ૨૯ જુલાઈએ ડેન્માર્કની જોડી સામે રમશે.
જ્વાલાએ બાદમાં મહિલાઓની ડબલ્સની મેચ પણ ગુમાવી. એમાં તેણે અને અશ્વિની પોનપ્પાની જોડી પહેલી જ મેચમાં જાપાનની મિઝુકી ફુજી અને રેઈકા કાકીવા સામે પરાસ્ત થઈ.



















