કર્ણાટકમાં ૮ પ્રધાનોએ રાજીનામું આપ્યું, ભાજપમાં ઘેરી કટોકટી

બેંગલોર – કર્ણાટકમાં શાસક ભારતીય જનતા પાર્ટીના વગદાર નેતા બી.એસ. યેદીયુરપ્પાને વફાદાર ૮ પ્રધાનોએ શુક્રવારે ઓચિંતું રાજીનામું આપી દેતા મુખ્ય પ્રધાન ડી.વી. સદાનંદ ગોવડાની સરકાર પર મોટું રાજકીય સંકટ આવી પડ્યું છે.

રાજીનામું આપનાર આઠ પ્રધાનો મુખ્ય પ્રધાનપદેથી ગોવડાને હટાવવા માગે છે. તેમણે પોતાનું રાજીનામું ગોવડાને સુપરત કરી દીધું છે.

આવું કરીને આ પ્રધાનોએ તેમની ઝુંબેશને દેખીતી રીતે વેગ આપ્યો છે.

રાજ્યમાં ગેરકાયદેસર માઈનિંગના કૌભાંડના મામલે યેદીયુરપ્પા વિરુદ્ધ ફરિયાદો આવ્યા બાદ પક્ષે તેમને રાજીનામું આપી દેવાની ફરજ પાડી હતી અને તેમની જગ્યાએ ગોવડાને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news