ગાંધીનગર – ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દેવાની ધમકી આપી છે અને ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે ત્રીજા મોરચાની રચનાનો સંકેત આપ્યો છે. પક્ષે પોતાને જે રીતે હાંસીયામાં ધકેલી દીધા છે તેનાથી કેશુભાઈ બહુ અપસેટ થઈ ગયા છે.
કેશુભાઈનું કહેવું છે કે એ પક્ષમાં એમનું સભ્યપદ રીન્યૂ નહીં કરે અને ઓગસ્ટમાં તેમની નવી ચૂંટણી વ્યૂહરચનાની જાહેરાત કરશે.
કેશુભાઈએ અગાઉ એમ કહેલું કે ગુજરાતમાં કટોકટીના કાળ કરતાંય ખરાબ પરિસ્થિતિ પ્રવર્તે છે.
૨૦૦૧માં ભાજપની નેતાગીરીએ કેશુભાઈની જગ્યાએ નરેન્દ્ર મોદીને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા.
ગુજરાતમાં આવતા ડિસેંબરમાં વિધાનસભાની ચૂંટણી નિર્ધારિત છે.



















