ઇન્કમ ટેક્સ વિભાગે ફરી એક વાર કિંગ ફિશર એરલાઇન્સના બેન્ક એકાઉન્ટ્સ સ્થગિત કરી દીધા છે. આ વર્ષમાં કિંગ ફિશર સામે આવું પગલું બીજી વાર લેવામાં આવ્યું છે.
ઇન્કમ ટેક્સ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા બે અઠવાડિયાથી કિંગ ફિશર એરલાઇન્સે કરવેરાની રકમ સત્તાવાળાઓ પાસે જમા નથી કરાવી.
આ વર્ષના માર્ચ મહીનામાં કંપનીએ એક સાથે 44 રૂપિયા અને પછીથી દર અઠવાડિયે 9 કરોડ રૂપિયા ભરવાની ખાતરી આપી એટલે આઇટી ટ્રાઇબ્યુનલે કંપનીના સ્થગિત કરેલા બેન્ક એકાઉન્ટ્સ ખુલ્લા કર્યા હતા.
કિંગ ફિશર એરલાઇન્સના બેન્ક એકાઉન્ટ્સ ફરી સ્થગિત
Filed in: Breaking News, Business



















