અલાહાબાદ – અહીં ત્રિવેણી સંગમના કાંઠે ચાલી રહેલા મહા કુંભ મેળામાં બે મંડપમાં આજે શુક્રવારે બપોર બાદ આગ લાગતાં તેમાં ૧૯ જણ દાઝી ગયા છે. તેમાંના અમુકની હાલત ગંભીર છે.
આગ રામ જાનકી મંદિર ટ્રસ્ટ અને રામ ગોવિંદ દાસ ટ્રસ્ટના મંડપમાં આગ લાગી હતી. આ બંને મંડપ નાશ પામ્યા છે.
ઘટનાની જાણ કરતાં તરત જ ત્રણ ફાયર એન્જીન્સ ત્યાં પહોંચી ગયા હતા. સાડા ચાર કલાકની જહેમત બાદ ફાયરમેનો આગને કાબૂમાં લાવી શક્યા હતા.
દાઝી ગયેલાંઓમાં બે મહિલાનો પણ સમાવેશ થાય છે.
મંડપમાં જમવાનું રાંધતી વખતે ગેસનું સિલિન્ડર લીક થતાં આગ લાગી હતી.



















