મુંબઇના રસ્તા પર ફરજ બજાવતા ટ્રાફિક હવાલદારોનું સ્થાન ટૂંક સમયમાં મહીલા ટ્રાફિક પ્રામાણીક હોવાનું બહાર આવ્યું છે.
એક અહેવાલ પ્રમાણે 300 મહીલા કોન્સ્ટેબલો મુંબઇ પોલીસના ટ્રાફિક વિભાગમાં જોડાશે. અત્યારે આ કામગીરી કરતી મહીલા કોનસ્ટેબલો વિશેના ખૂબ જ વખાણ થયા છે. મુંબઇની જનતાએ પણ તેમની તરફેણ કરી છે અને પોલીસ વિભાગની એક રિફોરમ્સ કમિટિએ પણ એમના વિશે સારો અભિપ્રાય આપ્યો છે.
એક આઇપીએસ અધિકારીએ કહ્યું હતું કે મહીલા કોન્સ્ટેબલો ટ્રાફિક તરીકે વધુ જવાબદારી નિભાવશે એટલે તેઓ આમ જનતાના સંપર્કમાં વધુ આવશે અને એ રીતે પોલીસની ઇમેજ પણ સુધરશે.
મુંબઇમાં હવે 300 મહીલા ટ્રાફિક કોન્સ્ટેબલો ફરજ બજાવશે
Filed in: Breaking News, MUMBAI news



















