લાહોરના ચર્ચમાં બ્લાસ્ટ્સઃ રહેવાસીઓએ શકમંદોને રહેંસી નાખ્યા

Lahore church blastsલાહોર – શહેરના યોહાનાબાદ વિસ્તારમાં બે ચર્ચમાં થયેલા આત્મઘાતી બોમ્બવિસ્ફોટ બાદ વિફરેલા રહેવાસીઓના ટોળાએ વિસ્ફોટમાં સંડોવાયેલા હોવાની શંકા પરથી બે જણને પકડીને મારી નાખ્યા હતા અને તેમના મૃતદેહને સળગાવી પણ દીધા હતા. ખ્રિસ્તી લોકોના ટોળાએ કેટલીક કારને સળગાવી દીધી હતી. મરણાંક ૧૫ જણાવાયો છે. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ, ખાસ કરીને ખ્રિસ્તી લોકો સુન્ની મુસ્લિમ કોમના ઉગ્રવાદીઓ તરફથી હુમલાના સતત ભય હેઠળ જીવે છે.

Filed in: Breaking News, INTERNATIONAL NEWS


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”