લાહોરમાં આત્મઘાતી હુમલો, તેહરીક-એ-તાલીબાને જવાબદારી લીધી

terrorisલાહોર- પાકિસ્તાનના લાહોરમાં મંગળવારે પોલીસ લાઈન પાસે બ્લાસ્ટ થયો હતો. આ એક આત્મઘાતી હુમલો માનવામાં આવી રહ્યો છે.

બ્લાસ્ટમાં આઠ લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે ઘણા લોકો જખમી થયા હતા.

આ મહિનામાં જ પાકિસ્તાનના પેશાવરમાં એક શિયા મસ્જિદ પર નમાઝના સમયે પાકિસ્તાની તાલિબાની આતંકવાદીઓએ હુમલો કર્યો હતો, જેમાં ૧૯ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૫૦ ઘાયલ થયા હતા.

જાન્યુઆરીમાં સિંધના શિકારપુર સ્થિત શિયા મસ્જિદ પર પણ હુમલો કરાયો હતો, જેમાં ૬૦થી વધુ લોકો માર્યા ગયા હતા.

નોંધનીય છે કે પાકિસ્તાનના પેશાવરની શાળામાં થયેલા હુમલાને સમગ્ર વિશ્વની પ્રજાએ વખોડ્યો હતો.

આ આત્મઘાતી હુમલાની જવાબદારી આતંવાદી સંગઠન તેહરીક-એ-તાલિબાને લીધી હતી.

Filed in: Breaking News, INTERNATIONAL NEWS


"Type in Gujarati language (Press Ctrl+g to toggle between Gujarati and English)”