એર ઇન્ડિયાના પાયલટો અને સરકાર વચ્ચેની મડાગાંડ ચાલુ રહેતા પાયલટોની હડતાળ ગુરુવારે દશમા દિવસમાં પ્રવેશી હતી અને એર ઇન્ડિયાને થયેલા નુકસાનનો આંક 188 કરોડ રૂપિયા પર પહોંચ્યો હતો.
એર ઇન્ડિયાના ઓપરેશન્સ વિભાગના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે અત્યારે અમે કન્ટીન્જન્સી પ્લાન હેઠળ કેટલીક ફ્લાઇટો ઊડાવી રહ્યા છીએ, જેમાં યુરોપ અને અમેરિકાની મર્યાદિત ફ્લાઇટોનો સમાવેશ થાય છે.
એર ઇન્ડિયાના એક અધિકારીએ કહ્યું હતું કે ટિકિટ કેન્સેલેશન્સ, કર્મચારીઓની નિષ્ક્રીયતા અને બોઇંગ 777નો કાફલો જમીન પર રહેવાને કારણે અમને 188 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. અમારી રોજની નુકસાની 13 કરોડ રૂપિયાની છે.
એર ઇન્ડિયાની રોજની નુકસાની 13 કરોડની, કુલ 188 કરોડની
Filed in: Breaking News, National news



















