વિવેકભંગના કેસમાં વિજય માલ્યા તેમ જ પોમરબેક સામેના કેસ પાછા ખેંચી લેવાની જાહેરાત ઝહલ હમીદના બોયફ્રેન્ડ સાહીલના મોટા બાઇ પિરોઝ પિરઝાદાએ એક ટીવી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કરી હતી.
ફિરોઝ પીરઝાદાએ કહ્યું હતું કે વિજય માલ્યા એક સન્માનનીય વ્યક્તિ છે અને એક દષ્ટા છે. અમે બારતીયો છીએ અને ભારતીય પરંપરા અનુસાર ગઇ ગુજરી ભૂલીને ક્ષમાઆપવામાં માનીએ છીએ. તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે આ માટે અમારા પર કોઇ જ પ્રકારનું દબાણ નથી.
ફિરોઝ પીરઝાદાએ બીજી મહત્ત્વની માહિતિ આપતાં કહ્યું હતું કે સાહીલ અને ઝોહલની સગાઇ થઇ નથી. તેમણે કહ્યું કે ઝોહલ સાહીલની ગર્લફ્રેન્ડ છે, પરંતુ બન્નેના એંગેજમેન્ટ થયા નથી.



















