મમતાનો આરોપ, મારા ફોન ટેપ કરાય છે; સરકારનો રદિયો

કોલકત્તા – પશ્ચિમ બંગાળનાં મુખ્યપ્રધાન અને તૃણમુલ કોંગ્રેસનાં નેતા મમતા બેનરજીએ એક વાર ફરીથી કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો છે. મમતા બેનરજીએ આરોપ લગાડ્યો છે કે તેમનાં ફોનને ટેપ કરવામાં આવી રહ્યા છે. બંધની રાજનિતીનો વિરોધ કરતા તેમણે કહ્યું કે હું મારાં નિર્ણયમાં પીછેહઠ નહીં કરું.

આવતીકાલે તેઓ સમર્થન પાછુ લેતી ચીઠ્ઠી રાષ્ટ્રપતિને સોંપી દેશે. જોકે કેન્દ્રિય ગૃહપ્રધાન સુશીલ કુમાર શિંદેએ ફોન ટેપ કરવા અંગેનાં આરોપોને ખોટા ગણાવ્યા છે.

મમતાએ મિડીયા સાથે વાતચીત કરતા કહ્યું કે તેઓ રિટેલ સેક્ટરમાં એફડીઆઈનું ક્યારેય સમર્થન નહીં કરે. તેમણે કહ્યું કે અમે કેન્દ્ર સરકાને જનવિરોધી નિર્ણયોનો વિરોધ કરતા સરકાર પાસેથી સમર્થન પાછુ લેવાનું એલાન કર્યુ છે. અમે અમારા નિર્ણયથી પાછા નથી હટી શકતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news