ટીમ અણ્ણાના આરોપ સામે વડા પ્રધાનની આકરી પ્રતિક્રીયા

વડા પ્રધાન તથા કેન્દ્રીય પ્રધાનમંડળના અન્ય સભ્યો સામે ટીમ અણ્ણાના સભ્યોએ મૂકેલા ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે પ્રતિસાદ આપતા વડા પ્રધાન મનમોહન સિંહે કહ્યું હતું કે જો મારી સામેના આરોપ પૂરવાર થશે તો હું પબ્લિક લાઇફ છોડી દઇશ.
આ પહેલા વડા પ્રધાન સામે ટીમ અણ્ણાએ મૂકેલા ભ્રષ્ટાચારના આક્ષેપોથી ન્યાયમૂર્તિ સંતોષ હેગડેએ પોતાની જાતને અલગ રાખી હતી. તેમણે કહ્યું હતું કે વડા પ્રધાન, પ્રણવ મુખરજી અને એસ. એમ. કૃષ્ણા સામે આરોપ કરવાના નિર્ણય સાથે હું સહમત નથી. વડા પ્રધાન સામે આરોપ કરવાના નિર્ણયથી અણ્ણા હજારે પોતે પણ નારાજ હતા.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news