છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં ત્રણ સ્થળોએ થયેલી અલગ અલગ અથડામણોમાં કમ સે કમ 20 માઓવાદીઓ માર્યા ગયા હતા અને સીપીઆરએફના છ જવાનો ઇજા પામ્યા હતા.
બન્ને પક્ષો વચ્ચે થયેલા ગોળીબારને પગલે છ બળવાખોરો પણ ઇજા પામ્યા હતા અને બીજા દેશને કસ્ટડીમાં લેવામાં આવયા હતા.
અંતિમવાદીઓએ કરેલા ગોરીલા હુમલાના પ્રતિસાદમાં સીઆરપીએફના કર્મચારીઓએ રાયપુરથી 450 કીમી. દૂર આવેલા બીજાપુર જિલ્લાના બાસગુડા વિસ્તારમાં એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતુ, જેમાં બન્ને પક્ષો વચ્ચે સામસામા ગોળીબાર થયા હતા.
એક પોલીસ અધિકારીએ કહ્યું હતું કે મધરાથે થયેલી આ અથડામણ બાદ અમે 17 મૃતદેહોને શોધી કાઢ્યા છે.
છત્તીસગઢમાં 20 માઓવાદીઓને ઠાર કરવામાં આવ્યા
Filed in: Breaking News, National news



















