મોદી પોતાનું ધ્યાન રાખે, અમને ન શીખડાવેઃ નીતિશ કુમાર

પટણા – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન તાંકતા બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે કહ્યું છે કે બિહાર પર ટિપ્પણી કરનારાઓએ પહેલા પોતાના વિશે વિચારવું જોઈએ.

રાજકોટમાં મોદીએ ગુજરાત ભાજપની કારોબારીની બેઠકમાં બિહારના જાતિગત રાજકારણની ટીકા કરીને બિહારના નેતાઓને જાતિવાદી કહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે બિહારમાં જાતિપ્રેરિત રાજકારણને લીધે તે રાજ્ય પછાત રહી ગયું છે અને વિકાસનો અભાવ છે. મોદીની આ ટિપ્પણીથી નીતિશ કુમાર અને તેમના પક્ષ જનતા દળ (યુનાઈટેડ)ના પ્રમુખ શરદ યાદવ ગુસ્સે ભરાયા છે.

નીતિશે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે જે લોકો બીજાંઓની ટીકા કરે છે તેમણે પોતાની વિશે વિચારવું જોઈએ. બિહાર તમામ પ્રકારની નબળાઈઓ અને બીમારીઓ સામે લડીને વિકાસના રસ્તા પર અગ્રસર થઈ ગયું છે.

રાજકોટમાં મોદીએ ગુજરાત ભાજપની કારોબારીની બેઠકમાં બિહારના જાતિગત રાજકારણની ટીકા કરીને બિહારના નેતાઓને જાતિવાદી કહ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે બિહારમાં જાતિપ્રેરિત રાજકારણને લીધે તે રાજ્ય પછાત રહી ગયું છે અને વિકાસનો અભાવ છે. મોદીની આ ટિપ્પણીથી નીતિશ કુમાર અને તેમના પક્ષ જનતા દળ (યુનાઈટેડ)ના પ્રમુખ શરદ યાદવ ગુસ્સે ભરાયા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, National news