અમેરિકન કોંગ્રેસે કરી ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા. કોંગ્રેસ રિસર્ચ સર્વિસના તાજા રિપોર્ટમાં કહેવાયુ છે કે ગુજરાત રાજ્ય ભારતમાં પ્રભાવશાળી શાસન અને શ્રેષ્ઠ વિકાસની સૌથી મોટી મિશાલ છે.
રિપોર્ટમા એ પણ કહેવાયુ છે કે નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ગુજરાત ભારતમાં આર્થિક વિકાસનું મહત્વનું સંચાલક બન્યુ છે. આ ઉપરાંત જણાવાયુ છે કે નરેન્દ્ર મોદીએ આર્થિક વિકાસને સુવ્યવસ્થિત કર્યો છે.
રિપોર્ટમાં બિહાર વિષે પણ ચર્ચા કરાઈ છે પરંતુ પ્રભાવશાળી શાસનમાં ગુજરાતને અગ્રિમ ગણાવાયુ છે.



















