ગુજરાત વિપક્ષનાં કાર્યકારી નેતા બન્યા મોહનસિંહ રાઠવા

ગાંધીનગર- ગુજરાત વિધાનસભા ચૂંટણી પત્યા બાદ અને તેમાં કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓ હાર્યા બાદ પ્રશ્ન હતો કે વિધાનસભાનાં વિપક્ષનો નેતા કોણ બનશે જેને લઈને હજું કોયડું ઉકેલાયું નથી આથી  કાર્યકારી વિપક્ષનાં નેતા તરીકે મોહનસિંહ રાઠવાની નિમણૂંક કરવામાં આવી છે. જોકે, કાયમી નિમણુંક અંગેની સંપૂર્ણ સત્તા કેન્દ્રીય કોંગ્રેસ મોવડીમંડળ અને સોનિયા ગાંધીને સોંપવામાં આવી છે.

બીજી તરફ ૨૩મી જાન્યુઆરીથી શરૂ થઈ રહેલાં ગુજરાત વિધાનસભાનાં પ્રથમ સત્ર પહેલાં બાવીસ જાન્યુઆરીએ આજે મંગળવારે કોંગ્રેસના સિનિયર નેતા અને દિલ્હીનાં મુખ્ય પ્રધાન શિલા દીક્ષિત અને કોંગ્રેસ પ્રભારી મોહન પ્રકાશની હાજરીમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસ સંસદીય દળની બેઠક બોલાવી હતી પરંતુ કોંગ્રેસનાં ધારાસભ્યોની મળેલી બેઠકમાં દિલ્હીનાં મુખ્ય પ્રધાન શીલા દીક્ષિત અને કોંગ્રેસનાં અગ્રણી નેતા મોહનપ્રકાશની ઉપસ્થિતિમાં કાયમી વિપક્ષનાં નેતા અંગેનો કોઇ નિર્ણય લેવાયો નહોતો.

જેને કારણે એક દિવસ માટે પણ કાર્યકારી વિપક્ષી નેતા તરીકે મોહનસિંહ રાઠવાનું નામ નક્કી થયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. બીજી તરફ શંકરસિંહ વાઘેલા, વિઠ્ઠલભાઇ રાદડિયા અને બલવંતસિંહ પણ કાયમી વિપક્ષી નેતાની સ્પર્ધામાં હોવાનું જાણવા મળી રહ્યું છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, GUJARAT NEWS