મુંબઈની ઝૂંપડપટ્ટીમાં ભયાનક આગ: ૬નાં મરણ, સેંકડો બેઘર

મુંબઈ – અહીં માહિમ ઉપનગરમાં આજે શુક્રવારે સવારે એક ઝૂંપડપટ્ટમાં લાગેલી ભયાનક આગમાં ૬ જણનાં મરણ નિપજ્યા છે. આગમાં બીજાં ૮ જણ ગંભીર રીતે દાઝી ગયા છે. એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આગને કારણે સેંકડો લોકો બેઘર થઈ ગયા છે.

નયાનગર ઝૂંપડપટ્ટીમાં આગ સવારે લગભગ પાંચ વાગ્યાના સુમારે લાગી હતી. તેમાં ૫૦થી વધારે ઝૂંપડા ખાખ થઈ ગયા છે. આગ લાગી ત્યારે મોટા ભાગના લોકો નિંદરમાં હતાં. આગ ઝડપથી ફેલાઈ હતી.

આગની જાણ કરાતાં સાત ફાયર એન્જિન્સ અને આઠ વોટર ટેન્કરો ત્યાં પહોંચી ગયા હતા.

લગભગ ચાર કલાક બાદ આગને કાબૂમાં લઈ શકાઈ હતી.

આગનું કારણ તત્કાળ જાણી શકાયું નથી.

ઝૂંપડપટ્ટી ખૂબ ગીચ હતી. એને લીધે જ મૃત્યુ થયા છે.

સાંકડી ગલીઓને કારણે ફાયરમેનો ઝડપથી અંદર જઈને રાહત કામગીરી હાથ ધરી શક્યા નહોતા. તેમ છતાં એમણે પ્રશંસનીય કામગીરી બજાવી હતી.

આગને કારણે સેંકડો પરિવારો બેઘર થઈ ગયા છે. કડકડતી ઠંડીમાં ઝૂંપડાવાસીઓ રસ્તા પર બેસી ગયા હતા અને રડતાં હતાં.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, MUMBAI news