અમદાવાદ – ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી જાપાન સાથે ગુજરાતના વ્યાપાર સંબંધોનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે રવિવારથી જાપાનની પાંચ-દિવસની યાત્રા પર જશે. ત્યાં એ કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝૂકીના ટોચના અધિકારીઓને પણ મળશે.
મોદીની સાથે એક બિઝનેસ પ્રતિનિધિમંડળ પણ જવાનું છે. તેઓ હમામાત્સુ શહેરની મુલાકાતે જશે અને મારુતિ સુઝૂકી કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શિન્ઝો નાકાનિશીને મળશે.
એક તરફ હરિયાણાના માનેસરમાં મારુતિ સુઝૂકીના પ્લાન્ટમાં બુધવારે હિંસાના અભૂતપૂર્વ બનાવો બન્યા છે એવા ટાણે મોદીની આ મુલાકાત યોજાઈ રહી છે.
ગુજરાત સરકારના સૂત્રોનું કહેવું છે કે મારુતિ સુઝૂકી ગુજરાતમાં તેની ઉત્પાદન ક્ષમતા વધારવા માગતી હોય તો સરકાર તેને આવકારશે.



















