નવી દિલ્હી – ભારતીય જનતા પાર્ટીના નવા પ્રમુખ પદે ચૂંટાઈ આવેલા રાજનાથ સિંહને શુભેચ્છા આપતાં, એમનાં પુરોગામી નીતિન ગડકરીએ એવો આક્ષેપ કર્યો છે કે મારી વિરુદ્ધના એક રાજકીય કાવતરાને લીધે મારે પક્ષપ્રમુખ પદે બીજી મુદતમાં ચાલુ ન રહેવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
ગડકરીએ કહ્યું કે, હું રાજનાથ સિંહને અભિનંદન આપું છું. મેં એમની નેતાગીરી હેઠળ કામ કર્યું છે. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં પાર્ટીને જિતાડવાની એમનામાં ક્ષમતા છે. મારી બીજી મુદતને લાગેવળગે છે ત્યાં સુધી, મને બદનામ કરવા માટે એક રાજકીય કાવતરું ઘડવામાં આવ્યું હતું. તે એવો મુદ્દો હતો જેની સાથે મારે કોઈ લેવાદેવા નહોતી.



















