નબળી નોકિયા કંપનીને કદાચ માઇક્રોસોફ્ટ ખરીદી લશે

ભારતમાં બહુ મોટું નામ ધરાવતી મોબાઇલ કંપની નોકિયાની હાલત આજકાલ એટલી ખરાબ થઇ છે અને એના શેરના ભાવ એટલા ઓછા થઇ ગયા છે કે ગમે તે ઘડીએ માઇક્રોસોફ્ટ એને ખરીદી લે એવી શક્યતા છે.
નોકિયાના શેરના ભાવ 2.20 યુરો જેટલા ઘટી ગયા છે, જે નેવુંના દાયકાથી આજ સુધીના સૌથી ઓછા ભાવ છે.
એક આર્થિક સાપ્તાહિકે જણાવ્યું છે કે નોકિયાના ભાવ ઘણા જ ઘટી ગયા છે અને માઇક્રોસોફ્ટ એને ખરીદી લે એવી વાતો બજારમાં ચાલી રહી છે. એપલ અને ગૂગલ મોબાઇલ ફોન બિઝનેસ ખરીદી ચુક્યા છે. બાકીના બધાની હાલત સાવ ખરાબ છે એટલે માઇક્રોસોફ્ટને આ સોદો સારો પડશે.
સાપ્તાહિકમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ટેક જાયન્ટ માઇક્રોસોફ્ટ પાસે 46 અબજ યુરો પડ્યા છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business