મુંબઈ – વિન્ડોઝ ફોનનાં ચાહકોને આનંદ થાય એવા સમાચાર છે કે નોકીયા કંપનીએ તેના લ્યૂમિયા-920 સ્માર્ટફોનને આજે ગુરુવારે મુંબઈ અને નવી દિલ્હીમાં એક સાથે લોન્ચ કરી દીધો છે.
શુક્રવારથી તે ભારતભરમાં ઉપલબ્ધ થશે. આ ફોનની કિંમત રૂ. ૩૮,૧૯૯ છે. આ જ કંપનીનો વધારે સસ્તો અને વધારે પાવરફુલ સ્માર્ટફોન 820 રૂ. ૨૭,૫૫૯માં મળશે.
ટેક્નોલોજીના નિષ્ણાતોનું માનવું છે કે 920 ફોનની કિંમત કરવેરા સાથે રૂ. ૪૦,૦૦૦ અને 820 રૂ. ૩૧,૦૦૦માં પડશે.
સેલફોનની માર્કેટમાં અગાઉ કિંગ રહી ચૂકેલી નોકીયા માટે લ્યુમિયા કમબેક ડિવાઈસ છે.
યુરોપ અને અમેરિકામાં ઘણા સ્ટોરમાં લ્યુમિયા 920 સોલ્ડ આઉટ છે.
અમેરિકામાં લ્યૂમિયા-920 માટે નોકીયાને ૨૫ લાખ પ્રી-ઓર્ડર મળ્યા હતા. તેણે આ ફોન અમેરિકામાં ૪૫૦ ડોલરમાં કોઈ પ્રકારના કોન્ટ્રાક્ટ વગર વેચ્યો હતો.
સેંમસંગના ગેલેક્સી-S-3 કરતાં એ ૧૦૦ ડોલર સસ્તો હતો.



















