આર્થિક સુધારા પાછા ખેંચવાનો ચિદમ્બરમનો ઈનકાર

નવી દિલ્હી – નવા લાગુ કરવામાં આવેલા આર્થિક સુધારા સામે દેશભરમાં ઉહાપોહ મચી ગયો હોવા છતાં તેમાંના કોઈને પાછા ખેંચવાની શક્યતાને કેન્દ્રીય નાણાં પ્રધાન પી. ચિદમ્બરમે નકારી કાઢી છે. એમણે એમ પણ કહ્યું છે કે સરકાર ઉપર ભાગીદાર પક્ષો તરફથી કોઈ ખતરો નથી. અમલમાં મૂકવાના બાકી રહેલા સુધારાને વિરોધ પક્ષો ટેકો આપશે એવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે.

ચિદમ્બરમે કહ્યું કે, સરકારે પર્યાપ્ત ચર્ચા-વિચારણા કર્યા બાદ આર્થિક પગલાં લીધા છે. રીટેલ ક્ષેત્રમાં એફડીઆઈને પરવાનગી આપવી કે નહીં તે નિર્ણય અમે રાજ્ય સરકારો પર છોડ્યો છે. એમાં ઝીરો રીસ્ક છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business