હઝારિકાને મરણોત્તર પદ્મવિભૂષણ; ધર્મેન્દ્રને પદ્મભૂષણ

નવી દિલ્હી – દેશના ૬૩મા પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ, બુધવારે સરકારે વર્ષ ૨૦૧૨ માટે પ્રતિષ્ઠિત પદ્મ એવોર્ડ્સના વિજેતાઓની યાદી મંજૂર કરી છે.
કુલ ૧૦૯ નામાંકિત વ્યક્તિઓને પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા છે. આમાં, પાંચને પદ્મ વિભૂષણ, ૨૭ને પદ્મ ભૂષણ અને ૭૭ને પદ્મ શ્રી એવોર્ડ મળ્યા છે.
આ એવોર્ડ કલા, સમાજસેવા, વિજ્ઞાન અને એન્જિનિયરિંગ, જાહેર સેવા, વ્યાપાર અને ઉદ્યોગ, મેડિસીન, ખેલકૂદ, સિવિલ સેવા, સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રોમાં નોંધનીય પ્રદાન કરવા માટે આપવામાં આવ્યા છે.
રાષ્ટ્રપતિ ૨૦૧૨ના માર્ચ/એપ્રિલમાં રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાનાર ખાસ સમારંભમાં આ એવોર્ડ્સ એનાયત કરશે.
પદ્મ વિભૂષણ એવોર્ડ વિજેતાઓઃ
કે.જી. સુબ્રમણ્યન (કલા – પેઈન્ટિંગ અને શિલ્પ, પશ્ચિમ બંગાળ)
સ્વ. (ડો.) ભૂપેન હઝારિકા (કલા-કંઠ્ય ગાન, આસામ)
સ્વ. મારિયો મિરાન્ડા (કલા-કાર્ટુનિસ્ટ, ગોવા)
ડો. કાંતિલાલ સંચેતી (મેડિસીન-ઓર્થોપેડિક્સ, મહારાષ્ટ્ર)
ટી.વી. રાજેશ્વર (સિવીલ સેવા, દિલ્હી)
પદ્મ ભૂષણ વિજેતાઓઃ
શબાના આઝમી (કલા-સિનેમા, મહારાષ્ટ્ર)
ધર્મેન્દ્ર સિંહ દેઓલ ઉર્ફે ધર્મેન્દ્ર (કલા-સિનેમા, મહારાષ્ટ્ર)
મીરા નાયર (કલા-સિનેમા, દિલ્હી)
ડો. નોશીર વાડિયા (મેડિસીન-ન્યૂરોલોજી, મહારાષ્ટ્ર)
પદ્મ શ્રી વિજેતાઓઃ
વનરાજ ભાટિયા (કલા-સંગીત, મહારાષ્ટ્ર)
અનુપ જલોટા (કલા-ભારતીય શાસ્ત્રીય કંઠ્ય ગાન, મહારાષ્ટ્ર)
નિરંજન પ્રાણશંકર પંડ્યા (સમાજસેવા, મહારાષ્ટ્ર)
પ્રવીણ પારેખ (પબ્લિક અફેર્સ, દિલ્હી)
ડો. સ્વાતિ પીરામલ (વેપાર અને વાણિજ્ય, મહારાષ્ટ્ર)
ડો. મુકેશ બત્રા (મેડિસીન-હોમિયોપેથી, મહારાષ્ટ્ર)
ઝફર ઈકબાલ (ખેલકૂદ-હોકી, ઉત્તર પ્રદેશ)
લિમ્બા રામ (ખેલકૂદ-તિરંદાજી, રાજસ્થાન)
જતીન દાસ (કલા-પેઈન્ટિંગ, દિલ્હી)

Filed in: Breaking News, National

3 Responses to “હઝારિકાને મરણોત્તર પદ્મવિભૂષણ; ધર્મેન્દ્રને પદ્મભૂષણ”

  1. BS VAIDYA
    January 26, 2012 at 2:21 am #

    Dharmendra…?!?!? for what? he never won even a filmfare award….

  2. January 26, 2012 at 8:50 pm #

    ધર્મેન્દરને એવોર્ડ ?? એણે કેટલામાં ખરીદ્દ્યો ??? બબ્બે બૈરા, એક્ટિંગ ના નામે કુતરાનું લોહી પીધ્યે રાખ્યું અને બાટલી પીવામાંથી કદી ઉંચો આવ્યો છે? દેશ માટે શું કર્યું ?
    ના હોય , નાં હોય, કદાપી ના હોય આવો અદાર્મ કદાપી ના હોય ,,

  3. smitesh
    January 29, 2012 at 11:53 pm #

    dhemendra award very shameful.

Leave a Reply