નવી દિલ્હી – સરકારી માલિકીની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલમાં લીટર દીઠ રૂ. ૨.૪૬નો ઘટાડો કરી દીધો છે અને આ ઘટાડો ગુરુવાર મધરાતથી અમલમાં આવી ગયો છે.
પેટ્રોલના ભાવમાંનો ઘટાડો દરેક રાજ્યમાં ત્યાં ઉઘરાવાતા કરવેરાને લીધે જુદો જુદો હોઈ શકે.
દિલ્હીમાં આ ઘટાડો રૂ. ૨.૪૬ છે તો મુંબઈમાં રૂ. ૩.૧૦, બેંગલોરમાં રૂ. ૩.૨૨, ચેન્નઈમાં રૂ. ૩.૧૩ છે.
ઓઈલ કંપનીઓએ ગયા મહિને પેટ્રોલમાં લીટર દીઠ રૂ. ૭.૫૪નો જંગી વધારો કર્યો હતો. ત્યારબાદ ત્રીજી જૂને તેમણે દરમાં લીટર દીઠ બે રૂપિયાનો ઘટાડો કર્યો હતો.



















