પેટ્રોલના ભાવમાં લિટરદીઠ રૂ. ૭.૫૦નો અભૂતપૂર્વ વધારો

નવી દિલ્હી – કેન્દ્ર સરકારે પેટ્રોલના ભાવમાં લિટર દીઠ રૂ. ૭.૫૦નો વધારો ફટકારી દીધો છે. આ વધારો આજે, બુધવારે મધરાતથી જ આવશે અમલમાં.

સરકારે ૨૦૧૦ના જૂનમાં પેટ્રોલના ભાવને ડીકન્ટ્રોલ કરી દીધા હતા, પરંતુ છેલ્લે, ગયા વર્ષની ચોથી નવેંબરે પેટ્રોલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો.

પેટ્રોલમાં આ ભાવવધારો અત્યાર સુધીમાં સૌથી ઊંચો છે.

પેટ્રોલનો લિટર દીઠ ભાવ દિલ્હીમાં રૂ. 73.18 છે તો ચેન્નઈમાં 77.53, કોલકાતામાં 77.88 જ્યારે મુંબઈમાં 78.57 છે.

એચપીસીએલ, બીપીસીએલ અને આઈઓસી પેટ્રોલના ભાવ આજે મધરાતથી જ વધારી દેશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, Business