સેંન ફ્રાંસિસ્કો : એપ્પલનો આઈફોન-૫ અમેરિકાનાં સેંન ફ્રાન્સિસ્કોમાં લોંચ કરવામાં આવ્યો છે. આઈફોન-૫માં ઘણી નવી ખુબીઓનો સમાવેશ કરાયો છે. આ ખુબીઓને જોતા આઈફોન-૪ કરતા આઈફોન-૫ ને અનેકગણી સુવિધાઓથી યુક્ત કહી શકાય છે. અમેરિકાનાં સેંન ફ્રાંસિસ્કોમાં જાણીતી અમેરિકન કંપની એપ્પલે ગઈકાલે રાત્રે આઈફોન-૫ ને લોંચ કર્યો.
૪Sની ગત વર્ષની કિંમતની અનુસાર જ આઈફોન-૫ની કિંમત રાખવામાં આવી છે જે આ મુજબ છે $૧૯૯(૧૬GB), $૨૯૯(૩૨GB), $૩૯૯(૬૪GB)
એપ્પલ કંપનીનાં સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ ફિલ શિલર આઈફોન-૫ને દુનિયાની સામે રજુ કર્યો. આઈફોન-૫ની સ્ક્રિન ચાર ઈંચની છે જ્યારે આઈફોન-૪ની સ્ક્રિન ૩.૫ ઈંચની હતી, એટલે કે આઈફોન-૪ની સરખામણીએ આઈફોન-૫ની સ્ક્રિન અડધો ઈંચ મોટી છે. આ સાથે સ્ક્રિનની લંબાઈ અને પહોળાઈમાં ૧૬.૯નો રેશિયો રાખ્યો છે, જેનાથી વાઈડસ્ક્રિન વિડીયો દેખવામાં સરળતા રહેશે. આઈફોન-૫ જી કનેક્ટીવિટીની ક્ષમતાથી લેસ છે. આઈફોન-૫માં કેમેરા પિક્સલમાં કોઈ જ બદલાવ નથી કરાયો કેમેરામાં એક નવુ પૈનોરામા ઓપ્શન ઉમેરવામાં આવ્યુ છે. આઈફોન-૫માં એપ્પલની નવી A6 ચિપ લગાડવામાં આવી છે જેનાથી ફોનની પ્રોશેસિંગ સ્પિડની સાથોસાથ બેટરી લાઈફ વધવાની પણ શક્યતા લાગી રહી છે.
એપ્પલનો દાવો છે કે આ નવી ટેકનોલોજીને કારણે આઈફોન-૫માં લગાતાર આઠ કલાક સુધી ૪જી બ્રાઉજીંગ કરી શકાશે. આઈફોન-૫નું વજન ફક્ત ૧૧૨ ગ્રામ છે. જે આઈફોન-૪ એસનાં મુકાબલે અંદાજે ૨૦ ટકા ઓછુ છે. એપ્પલે એ પણ દાવો કર્યો છે કે આઈફોન-૫ દુનિયાનો સૌથી હલ્કો સ્માર્ટફોન છે.



















