અમદાવાદમાં મોદી-વિરોધી સંજય જોશીના પોસ્ટરો લાગ્યા

અમદાવાદ- અમદાવાદના અમુક વિસ્તારોમાં નરેન્દ્ર મોદીના વિરોધી સંજય જોશીને ટેકો આપતા પોસ્ટરો જોવા મળતાં બીજેપીની અંદરના મતભેદો ફરી એક વાર બહાર આવ્યા હતા.
મુંબઇમાં મળેલી પક્ષની રાષ્ટ્રીય કારોબારીમાં હાજર રહેતા પહેલા નરેન્દ્ર મોદીએ એવી શરત મૂકી હતી કે તેમના વિરોધી સંજય જોશીને કારોબારીમાંથી હટાવવામાં આવે અને એને પગલે પ્રમુખ નિતિન ગડકરીએ સંજય જોશીને રાજીનામું આપવાનું જણાવ્યું હતું.
બીજેપીના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નકવીએ અમદાવાદની ઘટના વિશે કહ્યું હતુ કે અમુક તોફાની તત્ત્વો બીજેપીમાં ફાટફૂટ પાડવાની કોશિષ કરી રહ્યા છે.
સંજય જોશીએ પોતે એવી પ્રતિક્રીયા વ્યક્ત કરી હતી કે આ પોસ્ટરો મૂકવા પાછળ મારો કોઇ હાથ નથી. કોન્ગ્રેસના પ્રવક્તાએ કહ્યું હતું કે આ બીજેપીની આંતરીક બાબત છે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, GUJARAT NEWS