દાહોદના સંસદસભ્ય ડો. પ્રભા કિશોર લોકસભામાં રડી પડ્યા

ગુજરાતના દાહોદના સંસદસભ્ય ડો. પ્રભા કિશોર તાવિયાદે લોકસભામાં જણાવ્યું હતું કે ગુજરાત ગૌરવ દિવસના સમારંભમાં પોતાને પ્રવેશ આપવામાં નહોતો આવ્યો અને એ પ્રસંગનું વર્ણન કરતાં તેઓ રડી પડ્યા હતા.
ડો. પ્રભા કિશોરે કહ્યું હતું કે પોલીસે તેમના પર હુમલો કર્યો હતો. તેમના શરીર પર થયેલા ઇજાના નિશાન પણ તેમણે ગૃહને બતાવ્યા હતા.
કોન્ગ્રેસના સિનિયર સભ્ય અને નેશનલ કમિશન ના ભૂતપૂર્વ વડા ડો. ગિરિજા વ્યાસે કહ્યું હતું કે ડો. પ્રભા કિશોરને ન્યાય મળવો જોઇએ.
બીજેપીના સુષ્મા સ્વરાજે કહ્યું હતું કે ગુજરાતના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી સાથે હું વ્યક્તિગત રીતે વાતચીત કરીશ અને ભવિષ્યમાં આવું ન બને એની તકેદારી રાખવામાં આવશે.

Be Sociable, Share!
  • Twitter
  • Facebook
  • email
  • StumbleUpon
  • Google Reader
  • LinkedIn
Filed in: Breaking News, GUJARAT NEWS